Skinz

#diwali

શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમી રહેલા સ્પામાં સ્ટેટ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાંચે સ્થાનિક પોલીસની મદદ લઇને શહેરના અલકાપુરી, ગોત્રી, અટલાદરા સહિત વિવિધ વિસ્તારોમાં ચાલત દસ જેટલા સ્પામાં સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાંચને સ્પાના ઓથા હેઠળ દેહવેપાર ચાલતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારા સાંજે સ્ટેટ ક્રાઇમ બ્રાંચની ટીમો વડોદરામાં ઉતરી પડી હતી. અને અક્ષરચોક ખાતે આવેલા પર્પલ, ગોત્રીમાં ડોલ્ફીન, તાંદલજામાં કોશીયા, અકોટામાં શોલ, વાસણા-ભાયલી રોડ ઉપરના કેન્દ્રીય, અલકાપુરી-ગાત્રી રોડના લોટ્સ સ્પા, ગોત્રી સારાભાઇ રોડ ઉપરના રોયલ લેન્લેન્સ, ગોત્રી રોડ ઉપરના અવીનમાં સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. યુવક-યુવતીઓ કઢંગી હાલતમાં મળી આવ્યાં આ કામગીરી ક્રાઇમ બ્રાંચના એડીશનલ ડી.જી.પી. અનિલ પ્રથમની સુચના અને માર્ગદર્શન હેઠળ પાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં મહિલા પોલીસ અધિકારીઓ અને સ્ટાફની પણ મદદ લેવામાં આવી છે. પોલીસને દરોડા દરમિયાન કઢંગી હાલતમાં યુવાનો અને યુવતીઓ મળી આવી હતી. આ ઉપરાંત સ્પામાંથી કોન્ડોમ, દારૂની બોટલો જેવો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં પણ આ કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa


0💬Normal

Cotton Spandex Activewear Tights Fabric: Cotton Spandex Type: Jeggings Waist: 26.0 - 38.0 (in inches) Dm for price n order Easy Returns Available in Case Of Any Issue #saree #kurthi #shirt #men #girls #boys #kurta #diwali #shopping #women #kids #jewelry #earing #chain #celebrity #diwalishopping #saree #fashion #model #shoppingcorner #style #tiktok #memes #tiktokmemes #beauty #stylish #shop #Valentine'sdaygift #2020 #Valentine'sday


0💬Normal

આંકલાવના કોસિન્દ્રા ગામથી વડોદરા આવી રહેલા ત્રણ મિત્રો પૈકી 16 વર્ષના લક્ષ્મણનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 2 મિત્રો હજુ પણ લાપતા છે. તેના મિત્રો વૈભવ અને અશોક મિત્રો કંઇ કંપનીમાં કામ કરે છે અને શું બનાવે તે જોવા માટે લક્ષ્ણ તેમની સાથે નિકળ્યો હતો, તે સમયે ભીમપુરા શેરખીને જોડતા બ્રિજ પર બાઇક સ્લીપ થતાં ત્રણેય મિત્રો 20 ફૂટ ઊંડી કેનાલમાં પડ્યા હતા. જેમાં લક્ષ્મણને તેણે ખભે લટકાવેલી સ્કૂલ બેગ અને કેનાલની પાળી પરના તુલસીના છોડે નવુ જીવન આપ્યું હતું. મિત્રોની કંપની જોવા માટે હું સાથે ગયો હતો લક્ષ્મણ પ્રવિણભાઇ પરમારે જણાવ્યું હતું કે, વૈભવ અને ગોપાલ મારા સારા મિત્રો છે, જેથી ગોપાલે મને કહ્યું હતું કે, તારે અમારી કંપનીમાં કામ જોવા માટે આવવુ હોય તો ચાલ સવારે વહેલી નીકળી જઇશું અને વહેલા પાછા આવી જઇશું, જોકે શરૂઆતમાં તો મે તેમની સાથે જવા માટે ના પાડી દીધી હતી, પરંતુ વહેલા આવવાનું કહેતા હું તેમની સાથે જવા માટે તૈયાર થયો હતો. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa


0💬Normal

પાદરા તાલુકાના ઠીકરીયા મઠ ગામમાંથી ખેડૂતના ગોડાઉનમાં મૂકેલા બીલ વગરના 10.76 લાખની કિંમતના શંકાસ્પદ કપાસના બિયારણના જથ્થોને પાદરા પોલીસે ઝડપી પાડ્યો છે અને બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કૃષિ નિષ્ણાતોને બોલાવીને કપાસના બિયારણની તપાસ શરૂ કરી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પાદરા પોલીસને બાતમી મળી હતી કે, પાદરા તાલુકાના ઠીકરીયા મઠ ગામમાં ખેતી ધરાવતા રાજેશ ઉફેઁ રાજા માવજીભાઇ સરધારીનાએ (મૂળ રહે, ગઢડિયા, તા. જસદણ જી.રાજકોટ) ગોડાઉનમાં ગેરકાયદેસર બિયારણનો જથ્થો છુપાવેલો છે, જેના આધારે પાદરા પોલીસના પી.આઈ. કરમૂરની આગેવાનીમાં ગોડાઉનમાં રેડ પાડી હતી. જેમાં સ્થળ ઉપરથી રાજેશ સરધાર અને દક્ષેશ પ્રવિણભાઇ પટેલ (રહે, ગણેશચોક બળિયાદેવ મંદિર પાસે, પાદરા) ત્યાં હાજર હતા. જેમાં તેમના ગોડાઉનમાં તપાસ કરતા સફેદ કલરની મોટી બેગમાં અલગ-અલગ માર્કાવાળી કપાસની બિયારણ ભરેલી કોથળીઓ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતાં ક્યાંથી લાવ્યા તેનું બિલ વગેરે પૂછપરછ કરતા તેમની પાસે બિલ કે કોઇ પુરાવા ન હતા અને વધુ પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હતા ઉડાવ જવાબ આપતા હતા. જેથી પોલીસને શંકા ગઇ હતી. શંકાસ્પદ કપાસનાના બિયારણની 5350 પેકેટ કોથળી જુદા-જુદા માર્કાવાળી હતી. પોલીસે બંને આરોપીઓ સાથે ધરપકડ કરીને શંકાસ્પદ બિયારણ અને બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa


0💬Normal

વડોદરા મહાનગરપાલિકામાં 1200 હંગામી સફાઇ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. 500 જેટલા કર્મચારીઓ આખી રાત ધરણા બેઠા હતા. અને આજે સવારથી હંગામી સફાઇ કર્મચારીઓ સફાઇની કામગીરીથી દૂર રહ્યા છે. 1200 કર્મચારીઓએ આજે શહેરમાં સફાઇની કામગીરી ન કરી છેલ્લા 15 વર્ષથી કામ કરતા હંગામી સફાઇ કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઇ કામદાર સંઘર્ષ સમિતિએ આંદોલન છેડ્યું છે. મોડી રાત્રે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડે.મેયર, ચેરમેન સાથે સફાઇ કામદાર સમિતિના આગેવાનો મહેશ સોલંકી, ઠાકોર સોલંકી સહિતના નેતાઓએ એક બેઠક કરી હતી. સતત બે કલાક સુધી ચાલેલી બેઠકમાં કોઇ નિવેડો આવ્યો ના હતો. સફાઇ કામદારોને કાયમી કરવા માટે તાત્કાલિક પરિપત્ર અથવા તો લેખિતમાં બાંયધરી માંગવામાં આવી હતી. જોકે પાલિકા સત્તાધીશોએ તેનો સ્વીકાર ના કરતાં કર્મચારીઓ પુન: ધરણાં પર ઉતરી ગયા હતા. 1200 હંગામી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. 2900 જેટલા કાયમી સફાઇ સેવકો પાલિકામાં ફરજ બજાવતા હોવાથી તેમના માથે સફાઇની બેવડી જવાબદારી આવી પડી છે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa


0💬Normal

Next Page